એશિયન ગેમ્સ 2018: અપૂર્વી અને રવિએ અપાવ્યો ભારતને પ્રથમ મેડલ ??
💐એશિયન ગેમ્સ 2018: અપૂર્વી અને રવિએ અપાવ્યો ભારતને પ્રથમ મેડલ💐
ભારતીય નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ 18મી એશિયન રમતમાં રવિવારે નિશાનેબાજીમાં 10મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલની સાથે આ રમતમાં ભારતનું પદકથી ખાતું ખોલી દીધું છે. ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબંગમાં આયોજીત એશિયન રમતમાં રવિવારથી પ્રતિસ્પર્ધાઓ શરૂ થઇ છે. જેમાં અપૂર્વી અને રવિએ 10 મીટર એર રાઇફલ મિસ્ત્રી ટીમ ફાઇનલમાં ત્રીજા સ્થાને રહેતા પદક જીત્યું હતું.
ભારતીય જોડીએ કુલ 429.9 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જે એશિયાડમાં ભારતનું કોઈપણ સ્પર્ધામાં પ્રથમ મેડલ છે. આ સ્પર્ધામાં ચીની તાઈપેની યિંગશિન લીન અને શાઓચુઆન લુની જોડીએ રમતનો રેકોર્ડ બનાવતા 494.1 પોઇન્ટ સાથે ગોલ્ડ જ્યારે રુઝુ ઝાઓ અને હારોન યાંગની ચીની જોડીએ 492.5 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યું હતું.
Post a Comment