ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ ફ્રાન્સમાં આયોજિત સોતેવિલે એથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીત વધુ એક વાર ભારતને ગૌરવ અપાવ્યું છે. સ્પર્ધા દરમિયાન નીરજ ચોપરાએ 85.17મીટર સુધી ભાલુ ફેંકી ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે આ વર્ષે પણ ગોલ્ડ મેડલ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું હતું.
ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ સોતેવિલે એથલેટિક્સ મીટ (ફ્રાન્સ)માં ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્પર્ધામાં ચોપડાના વિરોધીઓમાં 2012 લંડન ઓલંમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા કેશોર્ન વાલકોટ પણ સામેલ હતો.
ચોપડાએ 85.17 મીટરની લંબાઈ સાથે સોનાના મેડલ પર કબજો કર્યો. માલદોવાના એંડ્રિયન મારડેયર 81.48 મીટરની સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો, જ્યારે લિથુઆનિયાના એડિસ માતુસેવિસિયસે 79.31 મીટરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
ત્રિનિદાદ એન્ડ ટોબૈગોના વાલકોટ 78.26 મીટરના પ્રયાસની સાથે પાંચમાં સ્થાન પર રહ્યો. પાનીપતના 20 વર્ષના ચોપડા 2016માં તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે 2016 વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપમાં 86.48 મીટરના વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો
|
Post a Comment