આઈએએફ વર્લ્ડ અંડર - 20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં હિમા દાસે જીત્યો ગોલ્ડ મેડલ
 |
ભારતીય રનર હિમા દાસે ગુરૂવારે ઈતિહાસ રચ્યો છે. તેમણે આઈએએફ 400 મીટરની દોડની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ટ્રેક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય એથ્લીટ છે. 18 વર્ષીય હિમા દાસ 51.46 સેકન્ડના સમયમાં 400 મીટરની દોડ પૂર્ણ કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હિમા દાસે બુધવારે સેમીફાઈનલમાં પણ 52.10 સેકન્ડના સમયમાં 400 મીટરની દોડ પૂર્ણ કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.પહેલા રાઉનડમાં પણ તેણે 52.25 સેકન્ડના રેકોર્ડ સમયમાં પોતાની દોડ પૂર્ણ કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે આસામની એથ્લીટ હિમા દાસે ભારતીય અંડર - 20 માં 51.32 સેકન્ડના સમયમાં દોડ પૂર્ણ કરીને એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં છઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સીડબલ્યુજી બાદ સતત હિમા દાસે પોતાનું પ્રદર્શન સુધાર્યું હતું.
ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય.
|
Post a Comment