આજના યુવાનો નાની-નાની વાતમાં અને મુશ્કેલીઓમાં નાસીપાસ થઈ હિંમત હારી જતા હોય છે. આવા યુવાનો માટે સાબરકાંઠાના હિંમતનગરના 36 વર્ષીય યુવાન મેહુલભાઈ જોષી પ્રેરણા સમાન છે.
મેહુલભાઈએ એવી સિદ્ધિ મેળવી છે કે જેને સાંભળી દરેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલી જાય. મેહુલભાઈ તાજેતરમાં જ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરી પરત ફર્યા છે. આ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી છે. આ સફળતા અને સિદ્ધિ આમ જ નથી મળી, તેની પાછળ તેમની સતત મહેનત અને પોતાના સ્વપ્નને કોઈપણ ભોગે પૂર્ણ કરવાનું ઝનૂન છે. આ જ મહેનતે અને ઝનૂને તેમને માઉન્ટ એવરેસ્ટ સર કરતા એક માત્ર ગુજરાતી યુવાનું ગૌરવ અપાવ્યું છે.
મેહુલભાઈના અત્યાર સુધીનું પર્વતારોહણ
1) રશિયાનું ઈલબ્રુજ શિખર 5642 મીટર
2) લેહનું માઉન્ટ સ્ટોક કાંગરી 6153 મીટર
3) ઉત્તરાખંડનું માઉન્ટ થેલું 6003 મીટર
4) ઉત્તરાખંડનું માઉન્ટ ભગીરથી 6512 મીટર
5) ઉત્તરાખંડનું માઉન્ટ સતોપંથ 7075 મીટર
|
Post a Comment